પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

 તા. 14-9-2016, મુંબઈ

પત્રલેખન દરમ્યાન સ્વામીશ્રી ક્યારેય ‘અમારા આશીર્વાદ છે’ એવું લખતા નથી. હંમેશાં ‘સ્વામીબાપાના આશીર્વાદ છે અને અમારી પ્રાર્થના છે’ એવું જ લખે. ફોનમાં પણ એ જ રીતે બોલે.
તેના અનુસંધાનમાં આજે એક આશીર્વાદ-પત્ર લખવાની વેળાએ સેવકોએ સ્વામીશ્રીને કહ્યું : ‘આપના આશીર્વાદ છે એવું લખો.’ પણ આ બાબતે સ્વામીશ્રી ‘ના’ પાડતા રહ્યા.
તેથી સેવકોએ વિનંતી કરી કે ‘સ્વામી ! હવે આપ ગુરુપદે વિરાજ્યા. એટલે સૌને અપેક્ષા હોય કે આપના આશીર્વાદ મળે.’
છતાં તેઓએ દાસત્વનો માર્ગ તો ન જ છોડ્યો અને લખ્યું : ‘હરિકૃષ્ણ મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના કરી છે. અમારી પ્રાર્થના અને આશીર્વાદ છે !’
આ જોઈ દાસત્વના દરિયા સમા સ્વામીશ્રીમાં સૌ ગરક થઈ ગયા.

0 YOR REVIEW

Featured post

DOM touchstart Event Touch this paragraph to trigger a function that will write "Hello World". Note: This example is for ...

Popular posts