પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

 તા. 15-6-2017, દિલ્હીથી લંડન જતાં પ્લેનમાં

ભોજન બાદ આજે સિનિયર પાઇલટ જેરેમી પામર સ્વામીશ્રીને મળવા આવ્યા. બ્રિટિશ ઍરવેઝના અગત્યના નિર્ણયોમાં પણ તેઓનો ફાળો હોય છે.
તેમણે સ્વામીશ્રીને કહ્યું : ‘મિનેષ મારો મિત્ર છે. તેને કારણે મને આપની નજીક આવવાની તક મળી. હું લંડન મંદિરે પણ ગયો છું. પ્રમુખસ્વામી મહારાજ વિશે પણ જાણું છું, પણ તેઓનાં પ્રત્યક્ષ દર્શનની તક નહોતી મળી. આજે મને આપનામાં પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન થયાં. આપના દ્વારા હું પ્રમુખસ્વામી મહારાજને મળ્યો. અને મને ભગવાનને મળ્યાનો અનુભવ થાય છે. આ અનુભવ હું મારા મંક, પ્રિસ્ટ અને નન્સને કહીશ.’ આ બોલતાં બોલતાં જેરેમીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
સ્વામીશ્રીના હાથ પોતાના હાથમાં લઈને તે પ્રેમથી દબાવવા લાગ્યા. સંતોએ તેમને સ્વામીશ્રીની સામેની સીટ પર બેસાડ્યા. તેમણે કહ્યું : ‘હું ચુસ્ત કિશ્ચિયન ફોલોઅર છું.’
સ્વામીશ્રી તેમના અનુભવને વધુ દૃઢ કરાવતાં કહે : ‘ક્લોસર ટુ ગૉડ !’ (ભગવાનની વધુ સમીપ.)
જેરેમીએ પણ કહ્યું : ‘હું અનુભવું છું કે હું આપની નજીક છું. હું અને અમારા પાદરીઓ ચર્ચમાં આપના માટે પ્રાર્થના કરીશું. હું તે બધાને આપની વાત કહીશ.’
પછી તેણે કહ્યું : ‘હું અને મિનેષ મિત્ર છીએ. તેમાં બે વાતો કોમન (સરખી) છે, જેના કારણે અમે મિત્રો છીએ. એક તો ભગવાનને કારણે અને બીજું આપના દ્વારા અમે બંને ભગવાનને મળ્યા તેને કારણે.’
જેરેમીનું હૃદય પણ કબૂલી ઊઠ્યું કે સ્વામીશ્રી જેવા સંત તે સ્વયં હરિનું સ્વરૂપ છે.

0 YOR REVIEW

Featured post

Gujarati Fill-in-the-Blanks Game ગુજરાતી કવિતા ગેમ સાચા શબ્દો ખાલી જગ્યામાં ભરો અને તમારું પરિણામ તપાસો. ...

Popular posts